મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો, વડોદરાના શખ્સની ધરપકડ

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપ

અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો, વડોદરાના શખ્સની ધરપકડ

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાની સાથે જ મુંબઈ પોલીસે તપાસ ઝડપી  કરી હતી. આખરે આરોપી વડોદરાથી પકડાઇ ગયો છે.13 તારીખે સોશિયલ મીડિયા પર  યુવકે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી.

વિરલ આશરા નામના વ્યક્તિએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી

વડોદરા શહેરના વિરલ આશરા નામના વ્યક્તિએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી. આરોપી વાઘોડિયા રોડના સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 16માં વસવાટ કરે છે, ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીની મુંબઈ પોલીસે ધરપકડ કરી

આરોપીની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી, ધરપકડ પછી મુંબઈ લઈ જવાયો છે. ટ્વીટર પર પોસ્ટ કરીને અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી. 

આ સમાચાર શેર કરો