Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : young man and a woman were held hostage and extorted Rs 65 lakh

Anand news: US મોકલવાના બહાને યુવક-યુવતીને બંધક બનાવી 65 લાખ પડાવ્યા, કિડની વેચી દેવાની આપી હતી ધમકી

Timeછેલ્લું અપડેટ : 10 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Anand news: US મોકલવાના બહાને યુવક-યુવતીને બંધક બનાવી 65 લાખ પડાવ્યા, કિડની વેચી દેવાની આપી હતી ધમકી
સોર્સ : AI

આણંદમાં એક યુવતી અને એક યુવકને વિદેશ જવાનો મોહ મોંઘો પડ્યો છે. વાસદની યુવતી અને ઝાંખરીયાના યુવાનને અજરબૈજાનમાં બંધક બનાવાયા છે.  મુંબઈના એજન્ટોએ અમેરિકા મોકલવાના બહાને બંનેને અજરબૈજાન લઈ જઈ બંધક બનાવ્યા છે. એજન્ટે અજરબૈજાન-કેનેડા થઈને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી. જે બાદ બંનેને બંધક બનાવી વોટ્સએપ પર વીડિયો કોલ કરી યુવકને માર મારવામાં આવ્યો અને ખંડણી વસૂલી પવન નામના એજન્ટે પરિવારજનોને ધમકીઓ આપી 35 લાખ રોકડા અને 15 લાખની ક્રિપ્ટો કરન્સી પડાવી લીધી હતી.

App Store

અપહરણકારોએ કુલ 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. અપહરણકારે ધમકી આપી કે, પૈસા નહીં આપે તો કિડની કાઢી વેચી દેવાશે. બંને યુવક-યુવતી 3 જાન્યુઆરીથી અજરબૈજાનમાં બંધક હોવાની વાત સામે આવી છે. આખરે આણંદ ગ્રામ્ય પોલીસમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જે બાદ કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. આણંદના સાંસદ મિતેષ પટેલે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયમાં પણ આ અંગે રજૂઆત કરી છે.