Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Violent clash between two groups over trivial issue like parking, 6 injured

Anand: પાર્કિંગ જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, 6 ઇજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આણંદ જિલ્લાના ભાલેજ વિસ્તારમાં રસ્તા અને પાર્કિંગ જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી. એક જ કોમના બે પક્ષો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો અને જોતજોતામાં પથ્થરમારો તથા તોડફોડ શરૂ થઈ ગઈ હતી. આ હિંસક ઘટનામાં બંને પક્ષના કુલ 6 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

App Store

મળતી માહિતી મુજબ, સોસાયટીમાં વાહન પાર્ક કરવા અને અવરજવરના રસ્તા બાબતે લાંબા સમયથી ચાલી રહેલી તકરારે આજે ઉગ્ર સ્વરૂપ લીધું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ તીક્ષ્ણ અને ઘાતક હથિયારો સાથે એકબીજા પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તોફાની તત્વોએ મકાનો પર પથ્થરમારો કરી દરવાજા અને બારીઓના કાચ તોડી નાખ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

આ અથડામણમાં ઘાયલ થયેલા તમામ 6 થી વધુ લોકોને તાત્કાલિક આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્રણ દર્દીઓની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.