Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Robbers throw chili powder in young man's eyes, snatch gold chain

Anand: યુવકની આંખમાં મરચાનો ભૂકો નાખી લૂંટારા સોનાની ચેન ખેંચી થયા ફરાર

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Anand: યુવકની આંખમાં મરચાનો ભૂકો નાખી લૂંટારા સોનાની ચેન ખેંચી થયા ફરાર
સોર્સ : GSTV

આણંદ જિલ્લાના બોરસદની આણંદ ચોકડી પાસે લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર યુવક ભાવિન પટેલે 3.5 તોલાની સોનાની ચેન પહેરી હતી, અને જ્યારે તે આઈસ્ક્રીમ પાર્લર પર બેઠો હતો, ત્યારે પ્લસર બાઈક પર આવેલા બે શખ્સોએ યુવકની આંખમાં મરચાનો ભૂકો નાખી ગળામાં પહેરેલી ચેન ખેંચી ફરાર થઈ ગયા. બન્ને શખ્સોએ હેલમેટ પહેર્યું હતું. જો કે, બંન્ને લૂટારઓ નંબર પ્લેટ વગરની નવી નક્કોર બાઈક પર આવ્યા હતા. જો કે આ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, આ સમગ્ર મામલે બોરસદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

App Store