Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Cooperative dairies are reeling from scams, recruitment, adulteration and corruption

સફેદ દૂધનો કાળો કારોબાર: સહકારી ડેરીઓ ખદબદી રહી છે કૌભાંડ, ભરતી, ભેળસેળ અને ભ્રષ્ટાચારથી

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સફેદ દૂધનો કાળો કારોબાર: સહકારી ડેરીઓ ખદબદી રહી છે કૌભાંડ, ભરતી, ભેળસેળ અને ભ્રષ્ટાચારથી
સોર્સ : gstv

સહકાર ક્ષેત્ર પણ ખાયકીનું જાણે એપી સેન્ટર બની રહ્યું છે. સફેદ દૂધના કાળા કારોબાર થકી ડેરીઓના શાસકો ભાગબટાઈ કરી રહ્યાં છે. ગુજરાતમાં ટોચની સહકારી ડેરીઓમાં ભ્રષ્ટાચાર, ભરતી અને ભેળસેળની ફરિયાદો ઉઠી છે, જેમકે સાબરડેરીમાં ભરતીકાંડ કરી મામા-કાકા અને સગાઓને ગોઠવી દેવાયા હોવાનો આરોપ છે. આ ઉપરાંત ખરીદીમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાની ફરિયાદો થઈ છે.

App Store

ગેરકાયદેસર રીતે ભરતી કરી મળતિયાઓને સાચવી લેવાયા

હવે જ્યારે ભાવફેર મામલે પશુપાલકો હક અધિકાર સાથે અહિંસક રીતે લડત લડી રહ્યા છે. ત્યારે પોલીસ લાઠીઓ વિઝીં રહી છે. આ જ પ્રમાણે સુરત સ્થિતિ સુમુલ ડેરીમાં પણ માનસિંહ પટેલ અને રાજેશ પાઠક વચ્ચે બરોબરનો ગજગ્રાહ જામ્યો છે. એક હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા છે. ગેરકાયદેસર રીતે ભરતી કરી મળતિયાઓને સાચવી લેવાયા છે. મહેસાણા દૂધસાગર ડેરીમાં પણ ચેરમેન અને ડિરેક્ટરો સામે ભરતી કૌભાંડ આચરાયા હોવાનો આરોપ છે.

ડેરીઓના સત્તાધીશોના કચ્ચા ચિઠ્ઠા ખૂલે તો કૌભાંડ બહાર આવે તેમ છે

મશીનરી ખરીદીમાં પણ મોટકી ખાયકી થઈ હોવાની ફરિયાદો છેક ગાંધીનગર  સુધી થઈ છે. બરોડા ડેરીમાં પણ ખુદ ભાજપના જ ધારાસભ્યોએ ફરિયાદો કરી છે કે મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. ભરતીમાં ગેરરીતી થઈ છે. તાજેતરમાં આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સૌરાષ્ટ્રની ડેરીઓમાં દૂધ મોટાપાયે ભેળસેળ થતી હોવાના આક્ષેપ કર્યા હતાં. ટૂંકમાં બધીય સહકારી ડેરીઓ શંકાના ઘેરામાં મૂકાઈ છે. જો કે આ તમામ ડેરીઓના સત્તાધીશોના કચ્ચા ચિઠ્ઠા ખૂલે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

ટોપિક્સ:gstvcooperative dairiesgujarati