Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Change in the weather in Anand

VIDEO: આણંદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. વહેલી સવારે પણ ઝરમર વરસાદ ચાલુ રહેતા સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, તેજ પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા ગ્રામ્ય વિસ્તારોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર તાત્કાલિક દોડતું બન્યું અને લગભગ બે કલાકની કામગીરી બાદ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો. જિલ્લામાં હજુ પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ છે. વરસાદી માહોલથી ખેડૂતો અને નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે, જ્યારે આગામી કલાકોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

App Store