VIDEO: બોરસદ પાલિકાએ મિલકત આકારણીની કામગીરી કરી તેજ, નવેસરથી થશે સર્વે
સોર્સ : gstv
આણંદની બોરસદ નગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે મિલકત આકારણીની કામગીરી વેગીલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત શહેરની તમામ રહેણાંક અને વ્યાવસાયિક મિલકતોનો નવેસરથી સર્વે હાથ ધરાશે. નગરપાલિકાની અધિકૃત ટીમો રૂબરૂ મુલાકાત લઈ મિલકતનો વિસ્તાર, તેનો ઉપયોગ અને માલિકીના દસ્તાવેજોની ચકાસણી કરશે, જેના આધારે આગામી મિલકત વેરાની ગણતરી કરવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી પુરાવા તૈયાર રાખવા અને સર્વે કામગીરીમાં સાચી માહિતી આપી સહકાર આપવા ખાસ અપીલ કરવામાં આવી છે.

