Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : bit.ly/Amul-LPG-Update

VIDEO: LPGની તંગીની ફિકર છોડો! અમૂલના MD જયેન મહેતાએ ગ્રાહકોને આપી મોટી રાહત, દૂધનો પુરવઠો નહીં ખોરવાય

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: દેશભરમાં હાલમાં પ્રવર્તી રહેલી LPG ગૅસની તંગીને પગલે ઉદ્યોગોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે એશિયાની સૌથી મોટી ડેરી 'અમૂલ' (Amul) દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર (MD) જયેન મહેતાએ એક મહત્વનું નિવેદન જારી કરતા જણાવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિની ડેરી ઉદ્યોગ પર નહિવત અસર થશે.

App Store

વૈકલ્પિક વ્યવસ્થાઓ સજ્જ
જયેન મહેતાએ સ્પષ્ટતા કરી હતી કે, જોકે બજારમાં LPG ગૅસની અછત જોવા મળી રહી છે, પરંતુ અમૂલના અત્યાધુનિક ડેરી પ્લાન્ટ્સ આ પ્રકારની કટોકટીનો સામનો કરવા માટે સક્ષમ છે. પ્લાન્ટ્સમાં બોઈલર ચલાવવા માટે અને પ્રોસેસિંગ માટે માત્ર LPG પર નિર્ભર રહેવાને બદલે અન્ય વૈકલ્પિક ઇંધણ અને વ્યવસ્થાઓ પહેલેથી જ ઉપલબ્ધ રાખવામાં આવી છે.

ગ્રાહકોને ચિંતા કરવાની જરૂર નથી
આ નિવેદનથી લાખો ગ્રાહકોને મોટી રાહત મળી છે. એમડીએ ખાતરી આપી છે કે દૂધના પ્રોસેસિંગ, પેકેજિંગ કે દૂધની બનાવટો (જેમ કે ઘી, માખણ, પનીર) ના ઉત્પાદન અને વેચાણ પર કોઈ પણ પ્રકારની વિપરીત અસર પડશે નહીં. દૂધનો પુરવઠો રાબેતા મુજબ ચાલુ રહેશે અને બજારમાં કોઈ અછત સર્જાશે નહીં. અમૂલની આ સજ્જતા દર્શાવે છે કે સહકારી માળખું અને આધુનિક ટેક્નોલૉજી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં અડીખમ રહી શકે છે.