VIDEO: વલ્લભ વિદ્યાનગરમાં એક જ ઈંચ વરસાદમાં જલબંબાકારપાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલો
આણંદ જિલ્લાના શૈક્ષણિક ધામ વલ્લભ વિદ્યાનગરમાંથી તંત્રના પ્રિ-મોન્સૂન પ્લાનિંગના લીરેલીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં માત્ર એક ઈંચ જેટલો નજીવો વરસાદ વરસતા જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો જળબંબાકાર બની જતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસાની શરૂઆતમાં જ ઠેર-ઠેર પાણી ભરાવાની આ સમસ્યાએ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ડ્રેનેજ સફાઈ અને કરોડોના ખર્ચે કરાતા પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની વાસ્તવિકતા ખુલ્લી પાડી દીધી છે. વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકો હવે દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ હાલાકીનો કાયમી ઉકેલ લાવવા અને ભરાયેલા પાણીના તાત્કાલિક નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર આ આક્રોશ વચ્ચે કેટલી ઝડપથી એક્શન લે છે.

