મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો, શું પાટણ બેઠક પર વિપક્ષને ફાયદો થશે?

રાજ્યમાં તમામ લોકસભા બેઠકના ઉમેદવારો પ્રચંડ તાકાત લગાવીને રોડશો અને જાહેર સભા ય

ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો, શું પાટણ બેઠક પર વિપક્ષને ફાયદો થશે?

રાજ્યમાં તમામ લોકસભા બેઠકના ઉમેદવારો પ્રચંડ તાકાત લગાવીને રોડશો અને જાહેર સભા યોજી રહ્યા છે, ત્યારે આ વચ્ચે પાટણ લોકસભા બેઠક મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે.

વાહેદપુરા ગામના કિસનજી કાળુજી ઠાકોરે કોંગ્રેસને આપ્યો ટેકો

પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ માટે સારા સમાચાર આવ્યા છે. પાટણ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. વાહેદપુરા ગામના કિસનજી કાળુજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેમણે 22 તારીખે ફોર્મ પરત ખેંચ્યુ હતું. તેમણે હવે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. પાટણ બેઠક પર કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે.

શું પાટણ બેઠક પર વિપક્ષને ફાયદો થશે?

ગત મોડી રાત્રે કોંગ્રેસએ તેમને સાથે બેઠક કરી હતી. જેમાં કોંગ્રેસને સફળતા મળી છે. ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કરતા કોંગ્રેસને પાટણ બેઠક પર મોટો ફાયદો થવાની સંભાવના છે. 

આ સમાચાર શેર કરો