આઈસ્ક્રીમ વેચતા આધેડ ફેરિયાને સાયકલની સાથે પોલીસ સ્ટેશનમાંથી નીકળતા આ કારણે આવ્યા આંસૂ..
એક જ તો દિલ છે સાહેબ કેટલી વખત જીતશો..આવા ડાયલોગ્સ મોટાભાગે ફિલ્મોમાં સાંભળવા મળતાં હોય છે. ત્યારે પરંતુ પો

એક જ તો દિલ છે સાહેબ કેટલી વખત જીતશો..આવા ડાયલોગ્સ મોટાભાગે ફિલ્મોમાં સાંભળવા મળતાં હોય છે. ત્યારે પરંતુ પોલીસ માટે આવું સાંભળવા મળવું અઘરું છે. ત્યારે રાંદેર વિસ્તારમાં આધેડને પોલીસના માનવિય અભિગમની પ્રતીતિ થઈ હતી. પોતાની સાયકલને અડફેટે લીધાની ફરિયાદ કરવા ગયેલા આધેડને રાંદેર પોલીસે નવી સાયકલ લઈ આપીને માનવતા મહેકાવી હતી.
કારની ટક્કરથી સાયકલ તૂટી
આધેડ પુષ્પરાજ સીંહની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ સાયકલ પર આઈસ્ક્રીમનું કામ કરે છે. સવારે જ્યારે તે સાયકલ લઈને એક કન્ટ્રક્શન સાઇટ પર આઈસ્ક્રીમ વેચવા માટે ગયા હતા. ત્યારે એક કાર ચાલકે તેમની સાયકલની ટક્કર મારી હતી. જેથી સાયકલમાં ભારે નુકસાન થયું હતું. પરંતુ પુષ્પરાજસીંહ કાર ચાલક સામે કોઈપણ ફરિયાદ ન કરી હતી. કેમ કે સાયકલ ખૂબ જ જૂની હતી અને કારની હળવી ટક્કરથી તે સાયકલ તૂટી ગઈ હતી.
મિત્રની સલાહ માની પોલીસ સ્ટેશન ગયા
સાયકલ પુષ્પરાજસીંહ માટે જીવન જરૂરી હતી. પુષ્પરાજસીંહના મીત્રએ સલાહ આપી કે, પોલીસમાં જતો રહે. ત્યાં તને કંઇ ને કંઈ ઉકેલ મળશે. જેથી પુષ્પરાજસીંહ રાંદેર પોલીસ સ્ટેશન ગયા હતાં. રાંદેર પોલીસે તમામ ઘટના જાણીને ઉપરી અધિકારી સાથે ચર્ચા કરી હતી. તેઓને મદદ કરવાનું નક્કી કર્યું અને પુષ્પરાજસીંહને નવી સાયકલ લઈને આપી હતી.
નવી સાયકલથી હરખના આંસુ આવ્યા
નવી સાયકલ મળતાં તેઓના આંખમાથી હર્ષના આંસુ નિકળી ગયા હતા. જેથી રાંદેર પોલીસ સ્ટેશન ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. રોજગારીની દ્રષ્ટીએ આ સાયકલ ભલે કીંમતમા નાની હોય પરંતુ, આ શ્રમિકના હાવભાવ જોતા તેના માટે ખૂબ જ કિંમતી વસ્તુ મળી હોય તેવું સામે આવ્યું હતું.








