Ahmedabad news: બનેવી અને સાળા વચ્ચેના ફાયરિંગના મામલે પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદના થલતેજ વિસ્તારમાં બનેવી અને સાળા વચ્ચેના ફાયરિંગના મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.પતિના મારથી ત્ર

અમદાવાદના થલતેજ વિસ્તારમાં બનેવી અને સાળા વચ્ચેના ફાયરિંગના મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.પતિના મારથી ત્રસ્ત પત્નીએ પોતાના ભાઇને જાણ કરતા ભાઇ બહેનને લેવા ગયો હતો ત્યારે બનેવી મૌલિક ઠક્કરે તાવમાં આવી ફાયરિંગ કરી નાખ્યું હતું
મૌલિક ઠક્કરે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું
મૌલિક ઠક્કરે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું જેમાંથી બે ગોળી સાળા સુધિરને વાગતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા. ઘટના બાદ બોડકદેવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બે ઈસમો સામે હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.




