અમદાવાદ-ભાવનગર હાઈવે પર દારૂ ભરેલી કારને નડ્યો અકસ્માત, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે ભ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગર અમદાવાદ હાઈવે પર ઇનોવા કાર પલટી હતી. આ કારમાં દારૂનો જથ્થો ભરેલો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને પણ ગંભીર નુકસાન પહોંચ્યુ હતું.
કારમાં દારૂનો જથ્થો ભરેલો
અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.બંનેને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતના પગલે હાઈવે પર દારૂની રેલમછેલ થઈ હતી.
અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી
અકસ્માતને લઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે કારનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






