મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડાકોર મંદિરના પ્રસાદ મામલે અમૂલે કર્યો ખુલાસો, સેવક સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના વિવાદ બાદ રાજ્યના ડાકોર મંદિરમાં પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવાતાં લાડુ

ડાકોર મંદિરના પ્રસાદ મામલે અમૂલે કર્યો ખુલાસો, સેવક સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના વિવાદ બાદ રાજ્યના ડાકોર મંદિરમાં પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવાતાં લાડુ પર પણ ગંભીર સવાલ ઉઠ્યા હતા. જેમાં સેવક આશિષ નામના ફેસબુક પેજ પરથી દાવો કરાયો હતો કે, ડાકોરમાં જામખંભાળિયાના ઘીને બદલીને પ્રસાદમાં અમૂલનું ઘી વાપરવાથી પ્રસાદના લાડુ જલ્દી બગડી જાય છે. આ મામલે અમૂલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. અમૂલ દ્વારા આ વ્યક્તિ પર સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ સમગ્ર મુદ્દે અમૂલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આશિષ સેવક દ્વારા કરવામાં આવતાં આક્ષેપોને સખત શબ્દોમાં વખોડવામાં આવે છે અને ગંભીરતાથી જણાવીએ છીએ કે, અમૂલ ઘીની ગુણવત્તા સામે ખોટા આક્ષેપ સહન નહીં કરાય. કારણ કે, આ 36 લાખ પશુપાલકોની વિશ્વની નંબર 1 ખાદ્ય બ્રાન્ડ છે, જેના પર સર્વેની જીવિકા આધારિત છે. અમૂલ ઘી ફક્ત ગાય અને ભેંસના દૂધમાંથી જ બનાવવામાં આવે છે. દૂધની ખરીદી કર્યા બાદ ગેસ ક્રોમેટોગ્રાફીમાં ચકાસણી કરાયા બાદ આ દૂધમાંથી ક્રીમ કાઢીને આધુનિક પ્લાન્ટમાં તેનું ઘી તૈયાર કરવામાં આવે છે, જે ભારતના એફ.એસ.એસ.આઇના ધોરણો પ્રમાણે છે. ગ્રાહકોની સલામતી અમારી પ્રાથમિકતા છે અને અમૂલ ઘી ભારત ઉપરાંત વિદેશોમાં પણ ખૂબ માંગ ધરાવે છે.'

આશિષ સેવક સામે કરાશે કાર્યવાહી

અમૂલે આશિષ સેવક દ્વારા કરેલા આક્ષેપોને પાયાવિહોણા તેમજ સ્વાર્થરૂપી અને અમૂલ બ્રાન્ડને બદનામ કરવા માટેના જણાવ્યા. આ સાથે જ અમૂલના ચેરમેન ડૉ. અમીત વ્યાસે આશિષ સેવક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ વાત કહી હતી.

શું હતો સમગ્ર મામલો?

થોડા દિવસ પહેલાં આશિષ સેવક નામના ફેસબુક પેજ પરથી દાવો કરવામાં આવ્યો હતો કે, 'પહેલા ડાકોર મંદિરમાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, ત્યારે મહિના સુધી લાડુને કંઈ થતું ન હતું. અત્યારના ઘીથી લાડુમાં ચાર-પાંચ દિવસમાં જ વાસ આવવા માંડે છે અને લાડુ વળતા પણ નથી.'

આ સમાચાર શેર કરો