Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Who is the smiling mosquito that saved 174 lives on a Flydubai flight? Know which 2 cities in Gujarat have their connections

ફ્લાયદુબઈ ફ્લાઇટમાં 174 જીવ બચાવનાર સ્મિત મચ્છર કોણ છે? જાણો ગુજરાતના કયા 2 શહેરો સાથે છે તેમનું કનેક્શન

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ફ્લાયદુબઈ ફ્લાઇટમાં 174 જીવ બચાવનાર સ્મિત મચ્છર કોણ છે? જાણો ગુજરાતના કયા 2 શહેરો સાથે છે તેમનું કનેક્શન
સોર્સ : gstv

દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ‘ફ્લાયદુબઈ’ની ફ્લાઇટ FZ1073 માં આકાશમાં હવામાં જ એક અત્યંત ખૌફનાક અને ગંભીર ઘટના સામે આવી છે. કોકપિટની અંદર કો-પાયલટે અચાનક હિંસક હુમલો કરી મુખ્ય પાયલટ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં, ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે સમયસૂચકતા અને સાહસ દાખવીને વિમાનમાં સવાર તમામ 174 લોકોનો જીવ બચાવી લીધો હતો. આ બહાદુર પાયલટનો સંબંધ મૂળ ગુજરાત સાથે જોડાયેલો છે.

App Store

ગુજરાત અને સાવરકુંડલાનું ગૌરવ વધાર્યું

સૂત્રોની માહિતી અનુસાર કેપ્ટન સ્મિત મચ્છર મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના વતની છે અને વર્ષોથી તેનો પરિવાર મુંબઈ સ્થાયી થયો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે તેનું સાસરું છે. કેપ્ટન સ્મિતના સાળા હિરેન જોગીના જણાવ્યાનુસાર, ઘટનાની જાણ થતાં જ આખો પરિવાર ચોંકી ગયો હતો. જોકે, ગંભીર સ્થિતિમાં પણ તેમણે દાખવેલી હિંમત અને નિર્ણયક્ષમતા બદલ સમગ્ર પરિવાર અને સ્થાનિકો તેના પર ગૌરવ અનુભવી રહ્યા છે.

કોકપિટમાં શું બની હતી ઘટના?

30 સપ્ટેમ્બરના રોજ 174 મુસાફરોને લઈને ઉડેલી આ ફ્લાઇટમાં ઉડાન દરમિયાન જ કેપ્ટન સ્મિત મચ્છર અને તેના કો-પાયલટ વચ્ચે અચાનક કોઈ બાબતે વિવાદ થયો હતો. અહેવાલો મુજબ, કો-પાયલટે ક્રોધમાં આવીને સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે લોહીલુહાણ થયા બાદ પણ કેપ્ટન સ્મિતે વિમાનનું નિયંત્રણ છોડ્યું નહોતું.

દરમિયાન વિમાન અચાનક ઝડપથી નીચે તરફ આવવા લાગતાં અને કોકપિટમાંથી અવાજો આવતાં જ ક્રૂ મેમ્બર્સ અને કેટલાક મુસાફરો કોકપિટ તરફ દોડ્યા હતા. અત્યંત મજબૂત મનોબળ દાખવીને ઇજાગ્રસ્ત કેપ્ટન સ્મિતે અંદરથી કોકપિટનો દરવાજો ખોલી દીધો હતો, જેથી લોકો અંદર પ્રવેશી શક્યા હતા અને હુમલાખોર કો-પાયલટને કાબૂમાં લઈ શકાયો હતો.

સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ

કો-પાયલટને કાબૂમાં લીધા બાદ વિમાનમાં જ મુસાફરી કરી રહેલા અન્ય બે ઓન-ડ્યુટી/ઓફ-ડ્યુટી પાયલટોએ વિમાનનું કન્ટ્રોલ સંભાળ્યું હતું અને ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડ કરાવી હતી. વિમાનના તમામ 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સક્ષમ અને સુરક્ષિત છે.

હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, તબિયત સ્થિર

હુમલામાં ઘવાયેલા કેપ્ટન સ્મિત મચ્છરને તબૂકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસે માહિતી આપતાં જણાવ્યું છે કે તેની તબિયત હાલ સ્થિર છે અને દૂતાવાસ સાઉદી સત્તાવાળાઓ તેમજ પાયલટના પરિવાર સાથે સતત સંપર્કમાં છે. કેપ્ટન સ્મિતની આ હિંમત અને નિર્ણયક્ષમતાની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સરાહના થઈ રહી છે.