VIDEO : અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણી-પાણી
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જે બાદ રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. જાફરાબાદ શહેર સહિત આસપાસના ટીંબી, નાગેશ્રી, હેમાળ, કડીયાળી અને વઢેરા જેવા ગ્રામ્ય પંથકોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ મેઘરાજાનું આગમન થતાં સમગ્ર પંથકના વાતાવરણમાં અદભુત ઠંડક પ્રસરી ગઈ છે. આ આહલાદક વરસાદને પગલે કાળઝાળ ગરમીથી પરેશાન સ્થાનિક રહીશોને મોટી રાહત મળી છે અને ખરીફ પાક માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થતાં ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

