Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : VIDEO: Fierce fire in Senjal Revenue area of ​​Savarkundla, threat looming over lion kingdom

VIDEO: સાવરકુંડલાના સેંજળ રેવન્યુ વિસ્તારમાં ભીષણ આગ, સિંહોના સામ્રાજ્ય પર તોળાતું જોખમ

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં ઉનાળાના પ્રારંભની સાથે જ જંગલ વિસ્તારોમાં આગની ઘટનાઓ સામે આવવા લાગી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સેંજળ રેવન્યુ વિસ્તારમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ વિસ્તાર જંગલની બોર્ડર નજીક આવેલો હોવાથી વન્યજીવો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. 

App Store

વન્યજીવોના હોમગ્રાઉન્ડમાં આગ
મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના સેંજળ રેવન્યુ વિસ્તારમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ વિસ્તાર એશિયાટિક સિંહો અને દીપડાઓનું કુદરતી રહેઠાણ માનવામાં આવે છે. આગ જંગલની બોર્ડર સુધી પહોંચી હોવાથી ત્યાં વસવાટ કરતા વન્યપ્રાણીઓ ગભરાઈને રહેણાંક વિસ્તારો તરફ સ્થળાંતર કરે તેવી ભીતિ સેવાઈ રહી છે.

રૅસ્ક્યૂ ઓપરેશન અને વનવિભાગની કામગીરી
આગની જાણ થતા જ વનવિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સૂકા ઘાસ અને પવનના કારણે આગ ઝડપથી પ્રસરી રહી હોવાથી તેના પર કાબૂ મેળવવો પડકારજનક બન્યો છે. વનવિભાગના કર્મચારીઓ અને સ્થાનિક લોકો આગને જંગલના ઊંડાણપૂર્વકના વિસ્તારોમાં જતી રોકવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સદનસીબે અત્યાર સુધી કોઈ વન્યજીવને ઇજા પહોંચ્યાના સમાચાર નથી.