VIDEO : અમરેલીમાં સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
સોર્સ : Gstv
અમરેલીના સાવરકુંડલા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. સાવરકુંડલાના જાબાળ, આંબરડી, અભરામપરા, કૃષ્ણગઢ અને શાંતિનગર જેવા ગામોમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીરની આવક થવાની શક્યતા છે. બીજી તરફ, ધજડી અને સાકરપરા ગામોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે. આ સાથે જ પ્રખ્યાત મિતિયાળા અને તેના જંગલ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, જેનાથી સમગ્ર પંથકમાં ભારે વરસાદી વાતાવરણ સર્જાયું છે.

