VIDEO:અમરેલીમાં સિંહણનો આતંક: યુવકના માત્ર અવશેષો જ મળ્યા
સોર્સ : GSTV
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહણે એક યુવક પર હુમલો કરી માનવ શિકાર કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અલ્ટ્રાટેક TPP પાવર પ્લાન્ટ સામે બનેલી આ ભયાનક ઘટનામાં ઉત્તરાખંડના અને સ્થાનિક ચાહત રેસ્ટોરન્ટમાં કામ કરતા પ્રકાશચંદ્ર નામના યુવકને સિંહણે ફાડી ખાધો હતો. સિંહણના હુમલા બાદ યુવકના માત્ર ખોપડી જેવા અવશેષો જ સ્થળ પરથી મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ વનવિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના અવશેષો કબજે કરી આ નરભક્ષી સિંહણને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.

