Liliya Accident news: ગુંદરણ પાસે ગમખ્વાર અકસ્માત, આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3 કિશોરોના કરુણ મોત

Liliya Accident News: અમરેલી જિલ્લાના લીલિયાના ગુદરણ ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં આઈશર ટ્રક પાછળ બાઈકની ભયંકર ટક્કરમાં 3 યુવકના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3નાં મોત
મળતી માહિતી મુજબ, લીલિયાના ગુંદરણ નજીક આજે(1 માર્ચ, 2026) આઈશર ટ્રક પાછળ બાઈક ઘૂસવાની ગંભીર દુર્ઘટના ઘટી છે. રાત્રિના સમયે 4 સવારી બાઈક અચાનક આઈશર ટ્રક પાછળ ઘૂસી ગયું હતું.
ગમખ્વાર અકસ્માતના બનાવમાં બાઈકમાં સવાર 3 લોકોનાં ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે 1 ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે લીલીયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરપ્રાંતિય મજૂરોને બાઈક લઈને જતી વેળાએ અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે પોલીસ સ્થળ પર પહોંચી મૃતકોની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકોના નામ
જયેશ બરસિંગ (ઉં.વ.17 અંદાજે)
હેમરાજ સવેલસિંગ (ઉં.વ.14 અંદાજે)
રઈલેશ સવેલસિંગ (ઉં.વ.12 અંદાજે)
ઈજાગ્રસ્તનું નામ
સુનિલ સવેલસિંગ (ઉં.વ.18 અંદાજે)

