મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમરેલીમાં કથિત દુષ્કર્મ મામલે જિલ્લા પોલીસ વડાએ કરી મોટી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું

Amreli News : અમરેલી શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કથિત દુષ્કર્મ મામલે થઈ રહેલ નિવેદનબાજી અને અફવ

VIDEO : અમરેલીમાં કથિત દુષ્કર્મ મામલે જિલ્લા પોલીસ વડાએ કરી મોટી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું

Amreli News : અમરેલી શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કથિત દુષ્કર્મ મામલે થઈ રહેલ નિવેદનબાજી અને અફવાઓ પર આજે અમરેલી જિલ્લા પોલીસ વડા એ પડદો પાડી દીધો છે. અમરેલી જિલ્લા પોલીસ વડાએ  શુક્રવારે સવારે આ મામલે એક પત્રકાર પરિષદ યોજી હતી અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી.

અમરેલી શહેરમાં કથિત દુષ્કર્મ થયું હોવાની વાત વાયુવેગે પ્રસરી હતી. આ મામલે રાજકીય ગરમાવો આવ્યો હતો અને કોંગ્રેસના જેની ઠુમમરે આ મામલે પત્રકાર પરિષદ યોજી તપાસની માંગ કરી હતી.. તો ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ પણ આ જ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખીને તપાસ માગી હતી.

જો કે ત્રણ દિવસના આ ઘટનાક્રમ પર અમરેલી જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે જે મહિલા અને જે વ્યક્તિ પર આક્ષેપ થઈ રહ્યા છે તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. જે સ્થળ પર આ ઘટના બની હોવાની આરોપ લાગી રહ્યા છે તે સ્થળ તપાસ કરવામાં આવી છે. પરંતુ આ પ્રકારની કોઈ ઘટના ન બની હોવાનું સામે આવ્યું હોવાનું જીલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું. જુઓ જિલ્લા પોલીસ વડાનું આ નિવેદન : 

આ સમાચાર શેર કરો