મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી લેટરકાંડ : પાટીદાર યુવતીના જામીન માટે કોર્ટમાં મોડી સાંજ સુધી રોકાયા ખોડલધામ સમિતિ અને પાટીદાર આગેવાનો

Amreli letter scandal : અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતી

અમરેલી લેટરકાંડ : પાટીદાર યુવતીના જામીન માટે કોર્ટમાં મોડી સાંજ સુધી રોકાયા ખોડલધામ સમિતિ અને પાટીદાર આગેવાનો

 Amreli letter scandal : અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતીના જામીન માટે  ખોડલધામ સમિતિ અને પાટીદાર આગેવાનો દિનેશ બાંભણીયા, મનોજ પનારા, ગોપાલ ઈટાલીયા સહિતના આગેવાનો કોર્ટમાં મોડી સાંજ સુધી રોકાયા હતા. આ સમગ્ર મામલે ફરિયાદી અને પોલીસ દ્વારા 169નો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટમાં સ્વીકાર્યું કે યુવતી પૂરતો કેસ પાછો ખેંચવા એફિડેવિટ રજૂ કર્યું છે. જો કે આ પાટીદાર યુવતીને જામીન મળ્યાં નથી. કોર્ટે આગામી 4 જાન્યુઆરી પર સુધી ચુકાદો અનામત રાખ્યો છે. રેગ્યુલર જામીન અરજીની સુણાવાનણી આવતીકાલે પણ છે 

કોર્ટની પ્રક્રિયામાં પહેલેથી પાટીદાર યુવતી તરફે કોંગ્રેસ આગેવાન વકીલ રોકાયા હતા, જો કે આજે કોર્ટ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના વકીલ ગેરહાજર રહ્યા હોવાનો દિનેશ બાંભણીયાનો આક્ષેપ છે. 

સુરત પાટીદાર સમાજે આપ્યું આવેદન, પોલીસ સામે કાર્યવાહીની માંગ

અમરેલીમાં બોગસ લેટરકાંડમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે પાટીદાર રોષે ભરાયો છે. સુરત શહેરમાં પાટીદાર સમાજના આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને અઠવાલાઇન્સ ખાતે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. પાટીદાર સમાજે ભાજપ પર આક્ષેપ કરીને કહ્યું કે ભાજપના ઈશારે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે. સરઘસ કાઢનાર અધિકારીઓ સામે પણ કાયદાસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. આગામી સમયમાં દીકરીને ન્યાય ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પાટીદાર સમાજે ચીમકી ઉચ્ચારી છે.

અમરેલી લેટરકાંડ

અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં અમરેલીના ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં હતા. આ મામલે મામલે કિશોર કાનપરીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ પૂર્વ ભાજપ હોદ્દેદાર મનિષ વઘાસીયા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં પાટીદાર સમાજની એક યુવતીનો પણ સમાવેશ થાય છે. પોલીસે બીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે મુખ્ય રોડ પર આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું, જેમાં પાટીદાર યુવતી પણ સામેલ હતી. આ ઘટનાથી પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. 

આ સમાચાર શેર કરો