અમરેલી: ભાવનગરના શખ્સોએ હીરા દલાલની કરી હત્યા, ગુનો છુપાવવા લાશને સળગાવી દીધી
અમરેલીના બાબરાના ધરાઈ ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધરાઈમાં એક શખ્સની હત્યા કરીને સળગાવી દેવાની ઘટના પ

અમરેલીના બાબરાના ધરાઈ ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધરાઈમાં એક શખ્સની હત્યા કરીને સળગાવી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરના શખ્સોએ પહેલા હીરા દલાલની કરપીણ હત્યા કરી, ત્યાર બાદ ગુનાને છુપાવવા હેઠળ શખ્સના મૃતદેહને સળગાવી દીધો હતો.
મૃતદેહને કારમાં લાવ્યા પછી અવવારું જગ્યામાં સળગાવી દીધી
તળાજા નજીક શખ્સની હત્યા કરવામાં આવી હતી. શખ્સના મૃતદેહને કારમાં લાવ્યા પછી અવવારું જગ્યામાં સળગાવી દીધી હતી. આ દરમ્યાન જ ઘટના સ્થળ પર અચાનક પોલીસ આવી પહોંચતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
પોલીસે ત્રણ આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી
પોલીસે ત્રણ આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. તપાસ બાદ જ સામે આવશે મોતને ભેટનાર શખ્સ કોણ છે અને શા માટે આ શખ્સની હત્યા કરવામાં આવી હતી.






