મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:કરંટથી બચાવ માટે AMCનો સ્માર્ટ પ્લાન,,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાની દુર્ઘટનાઓ રોકવા માટે એ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાની દુર્ઘટનાઓ રોકવા માટે એક અનોખો અને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ નવી યોજના અંતર્ગત શહેરના તમામ વોટર લોગિંગ સ્પોટ્સ એટલે કે પાણી ભરાતા વિસ્તારોમાં આવેલા વીજપોલ પર ખાસ પ્રકારના MCB ડિવાઈસ લગાવવામાં આવી રહ્યા છે. આ આધુનિક ડિવાઈસની વિશેષતા એ છે કે રસ્તા પર ૧૮ ઇંચ જેટલું પાણી ભરાતાની સાથે જ તે વીજપોલમાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય આપોઆપ બંધ કરી દેશે, જેથી ભરાયેલા પાણીમાં કરંટ ફેલાવવાનો કોઈ ખતરો રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે ગત ચોમાસા દરમિયાન અમદાવાદમાં વીજ કરંટ લાગવાને કારણે ૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

આ સમાચાર શેર કરો