VIDEO: અમદાવાદમાં ચોમાસા પૂર્વે AMC સજ્જ, પ્રિ-મોનસુન કામગીરી તેજ
ચોમાસાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમેપ્રિ-મોનસુન કામગીરી કરી છે. શહે

ચોમાસાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમેપ્રિ-મોનસુન કામગીરી કરી છે. શહેરમાં કુલ 32 હજાર 586 કેચપીટની સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે, જ્યારે બીજા રાઉન્ડનું કાર્ય ચાલુ છે.એસ.ટી.પી. વિભાગ દ્વારા 240 પમ્પિંગ સ્ટેશન અને સમ્પનું સંપૂર્ણ મેઇન્ટેનન્સ કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં 40થી વધુ વરૂણ પંપ ગોઠવાયા છે. 26અંડરપાસમાં હેવી કેપેસિટીના પંપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.સાબરમતી નદીમાં પશ્ચિમ તરફ 25 અને પૂર્વ તરફ 18 ડિસ્ચાર્જ પોઇન્ટ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે. વધુમાં 1 હજાર 790 સીસીટીવી કેમેરા અને રિયલ ટાઇમ મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.




