AMCની ઘોર બેદરકારી આવી સામે, બેરિકેડિંગ વગર મસમોટા ખાડા કરી કામગીરી શરૂ
સુરતમાં મનપાની બેદરકારીના કારણે બાળકનું ડ્રેનેજમાં પડી જવાથી કમકમાટી ભ

સુરતમાં મનપાની બેદરકારીના કારણે બાળકનું ડ્રેનેજમાં પડી જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આટલી મોટી ઘટના બાદ પણ અમદાવાદ મહાનગર પાલિકા બેદરકાર બની ઊંઘતું જોવા મળ્યું છે. ખોદકામ દરમિયાન બેરિકેડિંગ કરાય તેની કોઈ જ પ્રકારની તસતી લેવાતી નથી.
આવી જ ગંભીર ઘટના નિકોલ વિસ્તારમાં સામે આવી છે. નિકોલ ગામમાં ખોડિયાર મંદિર પાસે રાઈઝિંગ લાઇન નાખતા ડ્રેનેજ લાઇન તૂટી જવા પામી હતી. જેણા પગલે મોટા ખાડા કરી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે રહેણાંક વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકોની અવર-જવર રહે છે. આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઇ શકે છે.
મહત્વની બાબત એ છે કે બે દિવસ પહેલા જ આ ખાડામાં એક બળદ પડી ગયો હતો. જે બાદ મહામહેનતે બળદને ક્રેન મારફતે ખાડામાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ ખાડામાં કોઈ વ્યક્તિનો જીવ જાય તો જવાબદારી કોની? શું તંત્ર કોઈ દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? તે એક મોટો સવાલ બન્યો છે.
જો કે આ અંગે વોટર એન્ડ સુવરેજ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, “કોન્ટ્રાક્ટરને તાત્કાલિક મેરીટ સ્કેટિંગ કરવા સૂચના આપવામાં આવી છે. આ પ્રકારની બેદરકારી માટે કાર્યવાહી કરવામાં આવશે”






