મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: જગન્નાથ મંદિર પાસેના દબાણો હટાવાયા, ટ્રાફિક સમસ્યાને લઈ AMCની કાર્યવાહી

અમદાવાદમાં ભદ્રકાળી મંદિરની જેમ હવે જમાલપુરમા આવેલા જગન્નાથ મંદિરની આસપાસના દબાણને પણ હટાવવાની કામગીરી થઈ છે

તસવીર: GSTV

અમદાવાદમાં ભદ્રકાળી મંદિરની જેમ હવે જમાલપુરમા આવેલા જગન્નાથ મંદિરની આસપાસના દબાણને પણ હટાવવાની કામગીરી થઈ છે. એપીએમસી માર્કેટ પાસે પાથરણાવાળાઓ અને લારીવાળાઓને તંત્રે હટાવ્યા હતા. ઉતરાયણના દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી,  ત્યારે ભારે ભીડ અને ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. જે બાદ  શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંદિરની આસપાસ રહેલા દબાણ અને ટ્રાફિક અંગે ચર્ચા કરવામાં આવી અને તેને દૂર કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયના અનુસંધાને શનિવારે અમલીકરણ કરવામાં આવ્યું. દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત રોડ ઉપર ઉભી રહેતી પાણીપુરીની લારીઓ સામે પણ કામગીરી કરવામાં આવી છે. શુક્રવારે એક જ દિવસમાં 60થી વધુ લારી વિવિધ વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો