અમદાવાદ: મેટ્રો, બુલેટ ટ્રેન પ્રોજેકટ,ના બહાને AMCએ 6536 વૃક્ષોનું નિકંદન કાઢ્યું, ગ્રીન કવરનું સુરસુરીયું
શાસ્ત્ર અનુસાર દરેક છોડમાં રણછોડ હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છોડમાં રણછોડ જોવા

શાસ્ત્ર અનુસાર દરેક છોડમાં રણછોડ હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છોડમાં રણછોડ જોવાના બદલે 5 વર્ષમાં વિવિધ પ્રોજેકટના નામે 6536 વૃક્ષો કાપી નાંખ્યા છે. મેટ્રો, બુલેટ ટ્રેન પ્રોજેકટ ઉપરાંત રોડ પહોળા કરવાના બહાને ઘટાદાર વૃક્ષોનો સોથ વાળી દેવામા આવ્યો છે.
આ વર્ષે 100 દિવસમાં 30 લાખ વૃક્ષ વાવવા રુપિયા 34 કરોડનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામા આવશે. 15 જુલાઈ સુધીમાં શહેરના સાત ઝોનમાં કુલ 11.34 લાખ વૃક્ષ વાવવામા આવ્યા હોવાનુ રિક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહ્યું હતું.
| વર્ષ | વૃક્ષોનું નિંકદન |
| 2019-20 | 1619 |
| 2020-21 | 838 |
| 2021-22 | 1463 |
| 2022-23 | 1200 |
| 2023-24 | 1416 |
18 લાખથી વધુ વૃક્ષ વાવવાના બાકી
18 લાખથી વધુ વૃક્ષ વાવવાના બાકી છે. શહેરમાં હયાત વૃક્ષોની ગણતરી કરવા ટ્રી સેન્સસ કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામા આવશે. પાંચ વર્ષમાં કુલ કેટલા વૃક્ષ રી-ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરી શકાયા તથા સેન્ટ્રલ વર્જમાં કરવામા આવેલા પ્લાન્ટેશન અને સર્વાઈવ રેશિયોની વિગત મ્યુનિસિપલના ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલ આપી શકયા નહતા.






