VIDEO:અંબાજી ગેટ નં. 7 પર મીડિયાને રોકતા વિવાદ, પત્રકારો વચ્ચે ભેદભાવના આક્ષેપ
અંબાજી મંદિરના ગેટ નંબર 7 પર મીડિયા કર્મીઓને અટકાવવામા


અંબાજી મંદિરના ગેટ નંબર 7 પર મીડિયા કર્મીઓને અટકાવવામાં આવતા મંદિર ટ્રસ્ટ અને પોલીસ વહીવટની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન હેમાંગ રાવલે ચાચર ચોકમાં પ્રેસ કોન્ફરન્સ માટે મીડિયાને આમંત્રણ આપ્યું હતું, પરંતુ પોલીસે અમુક પત્રકારોને પ્રવેશતા રોક્યા હતા જ્યારે અન્યને પ્રવેશ આપ્યો હતો. પત્રકારો વચ્ચેના આ ભેદભાવને કારણે મીડિયા જગતમાં રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર વિવાદોમાં રહેતા અંબાજી મંદિર ટ્રસ્ટ માટે તમામ મીડિયા પ્રતિનિધિઓ સમાન હોવા જોઈએ તેવી ચર્ચાઓ વચ્ચે પોલીસની કામગીરી સામે પણ આંગળી ચીંધાઈ રહી છે.




