મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં એક મહંતના બીજા મહંત પર ગંભીર આક્ષેપ, જાણો શું છે મામલો

સતાધારના મહંત વિજય બાપુને લઈ ફરી વિવાદનો મામલો ઉભો થયો છે. ચોટીલા આપાગીગાના મહંત નરેન્દ્ર સોલંકીએ વિજય

રાજકોટમાં એક મહંતના બીજા મહંત પર ગંભીર આક્ષેપ, જાણો શું છે મામલો

સતાધારના મહંત વિજય બાપુને લઈ ફરી વિવાદનો મામલો ઉભો થયો છે. ચોટીલા આપાગીગાના મહંત નરેન્દ્ર સોલંકીએ વિજયભગતને લખવામાં આવેલ પત્રને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં વિજય ભગત દ્વારા નરેન્દ્ર સોલંકી પર લગાડવામાં આવેલા આક્ષેપોને નરેન્દ્ર સોલંકીએ ફગાવ્યા હતા સામે વિજય બાપુ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટમાં બ્રિટિશ સમયની ગેબનશાહપીર દરગાહમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ

નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, જે તે સમયે સતાધાર ગાદીના મહંત જીવરાજબાપુ દ્વારા પણ વિજય ભગતને કહેવામાં આવ્યું હતું કે તમે શા માટે નરેન્દ્રને હેરાન કરો છો? તેને આપણું શું બગાડ્યું છે? જીવરાજબાપુ અગાઉ મારા કેરેક્ટરનું સર્ટિફિકેટ આપી ચૂક્યા છે. સતાધાર ધામના દરેક કાર્યક્રમોમાં ગીતા બહેનની હાજરી શા માટે અનિવાર્ય હોઈ છે? ગીતા બહેન અને વિજય ભગત નવરાત્રિના ગરબા સમયે એક બીજા સામે ઈશારા કરતા હતા તેનો મારી પાસે પુરાવો પણ છે. સતાધાર ધામ ફકડ્ડ અને વિરક્તની ગાદી છે. મારી અને વિજય ભગતનુ લિંગ પરીક્ષણ કરવામાં આવે તેમજ ગીતા બહેનની પણ શારીરિક તપાસ કરાવવામાં આવે.

આ સમાચાર શેર કરો