Video: અમદાવાદમાં પીજી સંચાલકો સામે દાદાગીરીનો આક્ષેપ

અમદાવાદમાં પીજી સંચાલકોની દાદાગીરીનો આક્ષેપ સામે આવ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં ધ યુનાઇટેડ સ્ટેટ નામના પીજીમાં વાહન સાઇડમાં પાર્ક કરવા જેવી બાબતે વિવાદ થયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારી થઈ હતી અને યુવકોને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પીજીના માલિક અને મેનેજરે પોલીસ સ્ટેશનમાં પણ દાદાગીરી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાને પગલે નવરંગપુરા પોલીસે બંને પક્ષના લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






