મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદમાં દુર્ગા મતાજીની પોળમાં મંદિરમાં માતાજીને સોના-ચાંદીના તારની સાડી

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી દુર્ગા માતાની પોળમાં દશેરાના પર્વનું વિશેષ મહત્વ છે. અહીં આવેલા આશરે 150 વર્ષ જૂના દુર્ગા માતાના મંદિરમાં માતાજીને સોનાના તાર અને ચાંદીના તારથી બનેલી વિશેષ સાડી પહેરાવવામાં આવે છે. મંદિરની બંને પ્રાચીન પ્રતિમાઓ નજીકના કૂવામાંથી મળી આવી હોવાની માન્યતા છે. વર્ષોથી નવરાત્રિની આઠમ અને દશેરાના દિવસે માતાજીને આ વિશિષ્ટ સાડીઓ પહેરાવવાની પરંપરા જળવાઈ રહી છે. વર્ષમાં માત્ર આ બે દિવસે માતાજી આ સાડીઓમાં ભક્તોને દર્શન આપે છે. સાડીઓને વિશેષ કાળજી સાથે સાચવી રાખવામાં આવે છે, જ્યારે વહેલી સવારે 64 દીવડાની આરતી પણ કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો