મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરના મુખ્ય સ્મશાનમાં તમામ ભઠ્ઠીઓ બંધ હાલતમાં, અગ્નિ સંસ્કાર કરવામાં પડતી અગવડ

સુરેન્દ્રનગર મનપા નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે, કા

સુરેન્દ્રનગર મનપા નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સુરેન્દ્રનગરના મુખ્ય સ્મશાનમાં જ અગ્નિસંસ્કાર કરવાની તમામ ભઠ્ઠીઓ બંધ હાલતમાં છે. સ્મશાનમાં આવેલી ભઠ્ઠીઓ તાત્કાલિક ચાલુ થાય તેવી મૃતકોના પરિવારજનોએ માંગ કરી છે. 

સ્મશાનમાં ઘાસની સગવડ પણ નથી 

સુરેન્દ્રનગરના મુખ્ય સ્મશાનમાં જ અગ્નિસંસ્કાર કરવાની તમામ ભઠ્ઠીઓ બંધ હાલતમાં જોવા મળતા અગ્નિસંસ્કાર કરવામાં મૃતકના પરીજનોને અગવડ પડી રહી છે, હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી વરસાદી વાતાવરણમાં કેવી રીતે અગ્નિ સંસ્કાર થાય તે પ્રશ્ન ઊભો થયો છે. સ્મશાનમાં ઘાસની સગવડ પણ ન હોવાથી અગ્નિ સંસ્કાર કરવા આવતા લોકોમાં રોષની લાગણી પ્રવર્તી છે. સ્મશાન સંચાલક વારંવાર મહાનગરપાલિકાના અધિકારીઓને લેખિત રજૂઆત કરી રહ્યા છે, છતાંય તંત્ર આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવતું નથી. 

આ સમાચાર શેર કરો