વાલીઓને સાવધાન કરતો કિસ્સો, સુરતમાંથી બાળક રમતું રમતું અચાનક થયું ગૂમ, તપાસ કરતાં મળ્યું 170 કિમી દૂર
સુરતમાં નાના બાળકો પર અત્યારથી લઈને અપહરણના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યારે વાલીઓને પોતાન

સુરતમાં નાના બાળકો પર અત્યારથી લઈને અપહરણના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યારે વાલીઓને પોતાના સંતાનોને એકલા મૂકતા અગાઉ સાવધાન કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઉધના વિસ્તારમાં એક વાલી પોતાના 8 વર્ષના સંતાનને લઈને સિલાઈના ખાતા પર ગયા હતાં. જ્યાં કામમાં મગ્ન પિતાને પોતાનું રમતું બાળક ક્યાં ગયું તેની સમજ ન પડતાં પોલીસ પાસે પહોંચી ગયાં હતાં. બાળક ગૂમ થયાની ફરિયાદને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી.
બાળકને ઉગારાયું
પોલીસે આસપાસ તપાસ કરતાં કોઈ પતો મળ્યો નહોતો. બાદમાં સીસીટીવી ચેક કર્યા હતાં. જેમાં બાળક રમતાં રમતાં ઉધના રેલવે સ્ટેશનથી નંદુરબાર તરફ જતી ટ્રેનમાં બેસી ગયો હોવાનું સામે આવ્યું હતું. જેથી નંદુરબાર રેલવે સ્ટેશનનો સંપર્ક કરીને બાળકને ટ્રેનમાંથી સહીસલામત ઉતારી લેવામાં આવ્યો હતો. બાદમાં બાળકને સુરત લાવવામાં આવ્યું હતું.
રમત-રમતમાં બાળક નીકળી ગયું
બાળકને રેલવે પોલીસે નંદુરબારની ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપ્યો હતો. આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, સિલાઈ મશીનનું ખાતું હતું. ત્યાં પોતાનો પુત્રને લઈને એક ભાઈ આવ્યા હતાં. જે રમતા રમતા ખાતા પરથી નીકળી ગયો હતો. ત્યારે પિતાએ પુત્રની શોધખોળ કરી હતી. પરંતુ, મળી ન આવતા તુરંત જ પોલીસને સંપર્ક કર્યો હતો. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તુરંત ચાર ટીમો બનાવી હતી. નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. સાથે સાથે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા. સીસીટીવીમાં ખબર પડી કે, બાળક રેલવે સ્ટેશન બાજુ છે. તપાસના અંતે બાળક મળી આવતા તેમના પરિવારના સભ્યોના જીવમાં જીવ આવ્યો હતો.








