મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

JUNAGADH / માળિયા હાટિના તાલુકાના ચરખડી ગામ નજીક અકસ્માતમાં સેનાના જવાનનું મોત

Junagadh News : જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચરખડી ગામ નજીક બાઈકના અકસ્માતમાં સેના

JUNAGADH / માળિયા હાટિના તાલુકાના ચરખડી ગામ નજીક અકસ્માતમાં સેનાના જવાનનું મોત

Junagadh News : જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના  તાલુકાના ચરખડી ગામ નજીક બાઈકના અકસ્માતમાં સેનાના જવાનનું મોત થયું છે. ત્રિપલ સવારીમાં બાઈક સ્પિડ બ્રેકર ઓળંગવા જતાં આ અકસ્માતમાં સર્જાયો હતો. આ ત્રણેય યુવકો વેરાવળ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે માળિયા હાટિનાના ચરખડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. 

આ અકસ્માતમાં બાઈક પર ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન વિશાલકુમાર સુરેન્દ્રભાઈ ગોંડ અને અન્ય બે યુવકો સવાર હતા. ત્રણેયને ગંભીર ઈજાઓ થતા  માળિયા બાદ કેશોદ રિફર કરાયા હતા, જ્યાં  કેશોદ સરકારી હોસ્પિટલે હાજર ડોકટરે સેનાના જવાન વિશાલકુમારનું મોત થયાનું જાહેર કર્યું હતું. 

અકસ્માતમાં મોતને ભેટનાર સેના જવાન વિશાલકુમાર સુરેન્દ્રભાઈ ગોંડ ગીર સોમનાથના વેરાવળના  હોવાનું અને ભારતીય સશસ્ત્ર સેના તેમજ  એરફોર્સમાં ફરજ બજાવતાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા તેમનો પરિવાર વેરાવળથી કેશોદ સરકારી હોસ્પિટલે દોડી ગયો હતો, જ્યાં પરિવારના સભ્યોએ ભારે આક્રન્દ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો