મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોંઘી રાઈડ: અમદાવાદના ઓલા-ઉબેર ટેક્સી ડ્રાઈવરોએ કર્યો ભાવ વધારો, પ્રતિ કિમી દીઠ આટલા ચૂકવવા પડશે

એગ્રિગેટર તરીકે કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ ઓલા-ઉબર ઓનલાઇન એપના માધ્યમથી ટેક્સી ચલાવતા ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા હ

મોંઘી રાઈડ: અમદાવાદના ઓલા-ઉબેર ટેક્સી ડ્રાઈવરોએ કર્યો ભાવ વધારો, પ્રતિ કિમી દીઠ આટલા ચૂકવવા પડશે

એગ્રિગેટર તરીકે કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ ઓલા-ઉબર ઓનલાઇન એપના માધ્યમથી ટેક્સી ચલાવતા ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે સોમવારે મોડી રાત્રે ઓલા કંપની દ્વારા ડ્રાઇવરોની માંગને સ્વીકારી લેવામાં આવતા હડતાળ પાછી ખેંચી લીધી છે.

માંગને સ્વીકારી લેવામાં આવતા હડતાળ પાછી ખેંચી

જ્યારે ઉબેર કંપની ટ્રેક્સી ડ્રાઇવરોને કંપની દ્વારા 30 ટકાના વધારાની ઓફર સ્વીકાર્ય ન હોવાથી હજુ પણ ઉબેરના ડ્રાઇવરોને ટેક્સી ન ચલાવવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. ઓલા કંપની દ્વારા ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરત મંજૂર કરતાં શાંતિપૂર્ણ રીતે હડતાળનો સુખદ અંત આવ્યો છે, જોકે તેના લીધે હવેથી અમદાવાદીઓની રાઇડ મોંઘી બનશે. 

30 ટકા વધારાની ઓફર કરી 

બીજી તરફ ઉબેર કંપની દ્વારા કેટલીક ટેક્સીઓને  10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ ચૂકવવામાં આવતા હતા તેની સામે હવે 30 ટકા વધારાની ઓફર કરી છે. પરંતુ ઉબેરના ટેક્સીચાલકોએ આ ઓફરને સ્વિકારની ના પાડી દેતાં હજુ 1-2 દિવસ હડતાળ લંબાઇ શકે છે. 

એગ્રિગેટર તરીકે કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ જેમ કે ઓલા, ઉબર, રેપિડો, જૂગનુ વગેરે ઓનલાઇન એપના માધ્યમથી સવારી બુક કરવાની કામગીરી કરે છે. તેમની ટ્રાન્સપોર્ટ સર્વિસમાં વપરાતા વાહનોમાં સફેદ નંબર પ્લેટનો ઉપયોગ કરાતો હોય છે, પરંતુ હવે આ રંગની નંબર પ્લેટ પ્રતિબંધિત કરાઈ છે. 

આ સમાચાર શેર કરો