મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: મા ભદ્રકાળીની 8.5 કિ.મી. લાંબી નગરયાત્રાનું સમાપન, માતાજીનો રથ મંદિરે પરત

આજે અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીની નગરય

તસવીર: GSTV

આજે અમદાવાદના નગરદેવી મા  ભદ્રકાળીની નગરયાત્રા યોજાઈ હતી. વહેલી સવારથી મંદિર પરિસરમાં માઈ ભક્તો ઉમટી પડ્યા છે. મંગળા અને શણગાર આરતીમાં ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.   મા ભદ્રકાળીની 8.5 કિ.મી. લાંબી નગરયાત્રાનું સમાપન થયું છે.

મંદિરનો વિશેષ ફૂલોથી શણગાર 

આજે વિશેષ દિવસે મંદિર ઓર્કિડ અને ગલગોટાના ફૂલોથી શણગારેલું છે. મંદિરના પ્રાંગણમાં ભક્તો ઢોલ અને ડાકલા તાલે ઝૂમી રહ્યા છે અને માતાજીની ભક્તિના ગીતો ગાઈ રહ્યા છે. મહત્વનું છે કે, રાવળ દેવ દ્વારા ડાકલાના તાલે માતાજીને રથમાં વિરાજિત કરાયા હતા. 

આ સમાચાર શેર કરો