Video: CTM હાઈવેના બ્રિજ પરથી યુવકનું પડતું મૂકવાનો પ્રયાસ, NSUI કાર્યકર્તાઓએ હેમખેમ બચાવ્યો
સોર્સ : GSTV
હાલ અમદાવાદ શહેરમાં આપઘાતના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. લોકોને નજીવી બાબતનું પણ માઠું લાગતાં આપઘાત કરી લે છે. ત્યારે CTM હાઈવેના બ્રિજ પરથી પડતું મૂકવા જઈ રહેલા યુવાનનો જીવ NSUIના કાર્યકર્તાઓએ બચાવ્યો હતો. બ્રિજ પરથી કૂદકો મારવા જઇ રહેલા યુવાનને NSUIના કાર્યકર્તાઓએ સુરક્ષિત રીતે બચાવ્યો હતો. બ્રિજની રેલિંગ પર ઉભેલા યુવકને પાછળથી વિદ્યાર્થી નેતાઓએ સુરક્ષિત પકડી લીધો હતો.

