Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Woman and child jump into riverfront, both die

Ahmedabad: મહિલાએ બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવતા બંનેના મોત

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: મહિલાએ બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવતા બંનેના મોત
સોર્સ : google

Ahmedabad Riverfront news: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એક દુઃખદ ઘટના બની. એક મહિલા તેની બે વર્ષની દીકરીને લઈને નદીમાં કૂદી પડી હતી. આ દરમિયાન કરુણ દૃશ્યો સર્જાયા હતા કેમ કે માતા તો મરી ગઈ હતી પરંતુ તેના મૃતદેહ પર જીવવા માટે વલખાં મારતી દીકરી કેમેરામાં કેદ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

App Store

શું હતી ઘટના? 

માહિતી અનુસાર આ ઘટના 15 ઓગસ્ટની  સાંજે બની હતી. દીકરીને બચાવી લેવામાં આવી હતી પરંતુ ફેફસાંમાં પાણી ભરાઈ જવાને કારણે તે મોડી રાત્રે  હોસ્પિટલમાં મૃત્યુ પામી ગઈ હતી. આ ઘટના ઉસ્માનપુરા વિસ્તારના રિવરફ્રન્ટ વિસ્તારમાં સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી. 

માતાનું મોત 

ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે મૃતક મહિલા તેની બે વર્ષની બાળકીને લઈને રિવરફ્રન્ટ આવી હતી. લોકોને એવો ખ્યાલ નહોતો કે તે નદીમાં કૂદી પડશે. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે હાજર લોકો, પોલીસ અને રિવરફ્રન્ટ રેસ્ક્યૂ ટીમ ધસી આવી હતી અને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ફક્ત બાળકી જ જીવિત બચી શકી અને માતાનું મોત નિપજ્યું હતું. પાછળથી સારવાર દરમિયાન બાળકીનું પણ મોત થયું હતું.