VIDEO: સ્માર્ટ સ્કૂલ બહાર પાણીનો કહેર
સોર્સ : gstv
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્માર્ટ સ્કૂલ બહાર વરસાદી પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પોલીસ ચોકી નજીક આવેલી આ શાળાના પ્રવેશદ્વાર પર જ ગંદા અને વરસાદી પાણી ભરાઈ ગયા હોવાથી નાના ભૂલકાઓ આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે તેમના કપડાં અને પગ ગંદા થવાની સાથે જ ગંભીર રોગચાળો ફેલાવવાનો ભય પણ તોળાઈ રહ્યો છે. વરસાદ બંધ થયાના લાંબા સમય બાદ પણ પાણીનો નિકાલ ન થતા લોકો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને 'સ્માર્ટ સ્કૂલ' બહાર જ આવી દયનીય સ્થિતિ કેમ, તે અંગે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

