Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Water filled in areas including rain explosive entry in Ahmedabad

Ahmedabadમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabadમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા
સોર્સ : google

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના સેટેલાઈટ, સરખેજ, થલતેજ, એસજી હાઈવે, બોપલ-આંબલી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તા પર પાણી ભરાયા હતા, જેથી રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી પડી હતી. દિવસ દરમિયાન અસહ્ય બાફ અને ઉકળાટ બાદ ખાબકેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. 

App Store

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે કચ્છ, દ્વારકા, પોરબંદર અને પાટણ સિવાય સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થવાની આગાહી હતી. હાલમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફની સિસ્ટમના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. જેને પગલે આજે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડવાની સંભાવના હતી. આ ઉપરાંત, આવતીકાલથી બે દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જે બાદ વરસાદનું જોર ઘટતાં માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો જ વરસાદ સીમિત રહેશે.