VIDEO: અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી, એકત્ર થયા લોકોના ટોળેટોળા
સોર્સ : gstv
અમદાવાદના ઘીકાંટા વિસ્તાર ખાતે કોર્ટ નજીક એક ઘટાદાર વૃક્ષ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. વૃક્ષ નીચે પાર્ક કરાયેલી કારને પણ ભારે નુકસાન થયું હતું. ઘટના બનતા આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જાહેર માર્ગ પર પડેલા વૃક્ષને દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી વાહન વ્યવહાર ફરી સામાન્ય બની શકે. ઘટનાને લઈને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.

