VIDEO: વડાપ્રધાન મોદીના 12 વર્ષના શાસનની ઉજવણીમાં ધોળકામાં સંકલ્પ સંમેલન
સોર્સ : GSTV
ધોળકાના BAPS સ્વામિનારાયણ મંદિર પરિસરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણીમાં જિલ્લા પ્રભારી તેમજ ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ સંમેલન યોજાયું. કાર્યક્રમ દરમિયાન છેલ્લા 12 વર્ષના વિકાસ કાર્યોના પ્રદર્શનનું અવલોકન કરવામાં આવ્યું અને ઉપસ્થિતોએ વિકસિત ભારતના સંકલ્પની પ્રતિજ્ઞા લીધી.મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાનના નેતૃત્વમાં થયેલા વિકાસ અને ઐતિહાસિક નિર્ણયોનો ઉલ્લેખ કર્યો. સાંસદ દેવુસિંહ ચૌહાણ અને પ્રદેશ પ્રવક્તા આશાબેન નકુમે પણ સરકારની અલગ અલગ સિદ્ધિઓ વિશે વાત કરી. કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

