Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Rains have not yet subsided in Gujarat, heavy rains predicted in the next 24 hours

VIDEO: ગુજરાતમાં હજી વરસાદનું જોર ઘટયું નથી,આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ સતત ખાબકી રહ્યો છે ત્યારે હજી વરસાદનું જોર ઘટયું નથી. ગુજરાતમાં હજી 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પશ્ચિમ ડીસામાં ડિપ્રેશન વધુ સક્રિય થતા આવતા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં મૉન્સૂન ટ્રફ સક્રિય રહેતા ચોમાસાએ સત્તાવાર વિદાય નથી લીધી.

App Store

હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી દર્શાવી છે.આ ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી છે. ત્યારબાદ ત્રીજા દિવસથી વરસાદનું જોર ઘટશે. દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે આપી છે. અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ વરસાદની સામે 23 ટકા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે.