VIDEO: ગુજરાતમાં આગામી 48 કલાકમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
સોર્સ : GSTV
VIDEO: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું જોર જોવા મળશે. જેમાં આવતીકાલે ગુરુવારે(2 ઓક્ટોબર) સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
રાજ્યમાં નવરાત્રી પૂર્ણ થઈ હોવા છતાં ચોમાસું જાણે સત્તાવાર રીતે પૂર્ણ નથી થયું. ગુજરાત પર વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 48 કલાક સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદની આગાહી હોવાથી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

