VIDEO: અમદાવાદમાં વિવિધ સ્થળેથી લીધેલા મિનરલ પાણીના જગના 178 પૈકી 58 એકમના સેમ્પલ ફેલ ગયા
સોર્સ : GSTV
VIDEO: અમદાવાદ શહેરમાં રહેતા હોવ અને ઘરે કે ઓફિસે તમે મિનરલ પાણીના જગ મંગાવતા હોવ તો ચેતી જજો કારણકે આવું પાણી તમને બીમાર પાડી શકે છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીનાં જગ પુરા પડતા વિવિધ એકમોના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં
લેબોરેટરીમાં ચેકિંગ દરમિયાન કેટલાક એકમોનું પાણી પરીક્ષણમાં નિષ્ફળ ગયું છે.
AMCના આરોગ્ય વિભાગ દ્વારા 178 યુનિટ માંથી 58 એકમના સેમ્પલ નિષ્ફળ ગયા છે. જેથી આવા મિનરલ પાણીની જગનું પાણી પી દવાખાને જવાની નોબત આવી શકે છે.

