Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Online system crashes in ration shops across the state, food distribution halted due to technical error

VIDEO: રાજ્યભરની રેશનદુકાનોમાં ઓનલાઈન સિસ્ટમ ઠપ્પ, ટેકનિકલ એરરના કારણે અનાજ વિતરણ અટક્યું

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગની ઓનલાઈન સિસ્ટમમાં આજે ફરી એકવાર મોટી ખામી સર્જાઈ છે. ગુરુવારે સવારથી જ રાજ્યભરની રેશનદુકાનોમાં ઓનલાઈન વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. ફેબ્રુઆરી માસના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સર્વર ઠપ્પ થતા લાખો રેશનકાર્ડ ધારકોને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો છે.

App Store

પાંચ દિવસમાં ત્રીજી વાર સિસ્ટમ ફેઈલ
ચાલુ માસમાં માત્ર 29 દિવસ હોવાથી કાર્ડધારકો વહેલી તકે અનાજ લેવા પહોંચી રહ્યા છે. જોકે, છેલ્લા પાંચ દિવસમાં આજે ત્રીજી વાર ટેકનિકલ ક્ષતિઓ આવતા રેશન સંચાલકો અને ગ્રાહકો બંને મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યભરમાં આવેલી 17,000થી વધુ રેશનદુકાનોમાં ઓનલાઈન કોમ્પ્યુટર પર સર્વર એરરના મેસેજ આવતા કામગીરી અટકી પડી હતી.

રેશન સંચાલકોમાં ભારે રોષ
ગાંધીનગરથી કંટ્રોલ કરાતા સર્વરની દેખરેખ રાખતા અધિકારીઓ સામે રેશન સંચાલકોએ મોરચો માંડ્યો છે. સંચાલકોએ તેમના એસોસિએશનને ટેકનિકલ એરરના સ્ક્રીનશોટ મોકલીને ઉગ્ર રજૂઆત કરી છે. સંચાલકોનું કહેવું છે કે, પુરવઠા વિભાગ છાશવારે સિસ્ટમમાં નવા અખતરા કરે છે, પરંતુ ઉભી થતી ક્ષતિઓનું કાયમી નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યું છે.

ગરીબ પરિવારોની હાલાકી
આજે સવારથી મજૂરી છોડીને સસ્તા અનાજની દુકાને લાઈનમાં ઉભેલા શ્રમિકો અને ગરીબ પરિવારોને સર્વર ડાઉન હોવાના કારણે અનાજ મળ્યું ન હતું. લોકોનો આક્ષેપ છે કે દર મહિને આવી સમસ્યા સર્જાય છે જેના કારણે અમારે વારંવાર ધક્કા ખાવા પડે છે. ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ક્યારે જાગશે તેવો પ્રશ્ન ઉઠ્યો છે.