Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Navratri, Dussehra will be celebrated in rain, heavy rains predicted in the state for 4 days

VIDEO: નવરાત્રી, દશેરા બધું વરસાદમાં ઉજવાશે, રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં આજે આઠમું નોરતું છે ખેલૈયા મનભરીને ગરબે ઘુમવા આતૂર બન્યા છે ત્યારે હવામાન વિભાગે ફરી રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આટલું ઓછું હોય તેમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 4 દિવસ ભારે વરસાદ ખાબકશે તેવી સંભાવના દર્શાવી છે. ગત રોજ સાતમા નોરતે ખેલેૈયા અને નવરાત્રી આયોજકોને હતાશ કર્યા હતા ત્યારે હવે પાછોતરો વરસાદ રાજ્યમાં નવરાત્રી, દશેરાના તહેવારો પણ વરસાદમાં ઉજવવા મજબૂર કરશે. 

App Store

હાલ રાજ્યના ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો-પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી ગુજરાતના ઘણા દક્ષિણ સહિતના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. એકતરફ વરસાદ બીજી તરફ નવરાત્રી પણ જામી છે. જો કે, દરિયા કિનારે ભારે પવન ફુંકાવાની શક્યતાને જોતા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જેથી રાજ્યના સમગ્ર દરિયાકાંઠે  LCS-3 લગાવવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.