Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: MLA Alpesh Thakor remembered liquor shops again at BJP's Snehamilan

VIDEO: ભાજપના સ્નેહમિલનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને દારૂના અડ્ડાઓ ફરી યાદ આવ્યા

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આયોજિત ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં એકવાર ફરી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને દારૂના અડ્ડાઓ યાદ આવ્યા. સ્નેહમિલન સમારોહમાં અલ્પેશ ઠાકોરે દારૂના અડ્ડાઓ અને અસમાજિક પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરી હતી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ક્યાંય પણ દારૂના અડ્ડાઓ ચાલતા હોય તો મને કહે જો, હું તમારા સાથે આવીશ. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, દરેકને વ્યસન મુક્ત જમાઈ જોઈએ છે પણ કોઈને વ્યસન મુક્ત જમાઈ આપવો ન હોવાની વાત પણ અલ્પેશ ઠાકોરે સમારોહમાં કરી હતી. 

App Store

નવા વર્ષના સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં દારૂબંધી હોવાથી સારું છે. તેમ જણાવી દારૂના અડ્ડાઓ કે અન્ય કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય તો મને જાણ કરવા જણાવ્યું. સમાજમાં દારૂ કે વ્યસનને કોઈ સ્થાન ન હોવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુરુવારે સાંજે ચાંદખેડામાં યોજાયો હતો કાર્યકર્તા નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ.