Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Minister Hrishikesh Patel gave an empty liquor bottle to the Vice Chancellor during cleaning on campus

VIDEO: કેમ્પસમાં સફાઈમાં મંત્રી ઋષિકેશ પટેલે દારૂની ખાલી બોટલ કુલપતિને આપી, કોંગ્રેસે વિરોધ કર્યો

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ દરમિયાન દારૂની ખાલી બોટલ મળી આવતા નવો વિવાદ ઉભો થયો છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા 'સ્વચ્છતા એ જ સંકલ્પ' કાર્યક્રમમાં આ ઘટના બની હતી.

App Store

મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરજા ગુપ્તા અને મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર હતા. તે સમયે, સફાઈ કરી રહેલા રાજ્યમંત્રી ઋષિકેશ પટેલને એક ઝાડ પાસે દારૂની ખાલી બોટલ મળી આવી હતી. તેમણે તરત જ આ બોટલ ઉપાડીને ધીમેથી  કુલપતિ ડૉ. નિરજા ગુપ્તાને આપી દીધી હતી. નિરજા ગુપ્તાએ મીડિયાની નજરથી દૂર રહેવા માટે તે બોટલને બે પાણીની ખાલી બોટલોથી ઢાંકીને કચરાપેટીમાં નાખી દીધી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

આ સમગ્ર ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની પાર્ટી કોણે કરી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાએ યુનિવર્સિટીના વહીવટ પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે. આ મામલે યુનિવર્સિટી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

સોશિયલ મીડિયા પર દારૂની ખાલી બોટલને લઈ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે,  ગુજરાતમાં દારૂ બંધીના ઉડ્યા લીરે લીરા ઉડયા છે.  યુનિવર્સિટીમાં સફાઈ અભિયાનમાં દારૂની ખાલી બોટલ મળી આવી છે. આરોગ્ય મંત્રીને સફાઈ અભ્યાન દરમ્યાન મળી દારૂની ખાલી બોટલ મળી હતી. આરોગ્ય મંત્રીએ દારૂની ખાલી બોટલ કુલપતિને હળવેકથી પકડાવી દીધી હતી. જ્યારે કુલપતિએ મીડિયાથી છુપાવી દારૂની બોટલ કચરામાં નાખી દીધી હતી. યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલ મળતા ઘણા સવાલો ઉઠયા છે. શું શિક્ષણના ધામમાં ચાલે છે દારૂની મહેફિલ?યુનિવર્સિટીમાં લાખ્ખોના ખર્ચ મૂકેલા સિક્ટોરિટી શું કરે છે?